મારું બેટુ પહેલા તો ઊંઘ એવી આવતી ને કે સપનાંય નહોતા આવતા,
ને સાલા હવે તો સપનાંય એવા આવે છેને કે ઊંઘ પણ નથી આવતી.
જવાબ તો એના પણ મળે છે, જેના સવાલ ની પણ ઉમ્મીદ નથી હોતી
સંબંધો
નાના હતા ત્યારે બહુ અમે લડતા અને ઝગડતાં,
અને થોડી વાર પછી પાછા અમે ભેગા જોવા મળતા,
ના ભાવે છતાંય મને ઘી વાળું જમણ એ જમાડે,
અને પરાણે પરાણે એની બહેનપણીઓ સાથે મને ઘરઘરતાં એ રમાડે,
વાતે વાતે હું એને મસ્તી માં બહુ જ ચિડાવતો,
કેમ કે એ પછી એને મનાવવાનો મોકો મને મળતો,
નિશ્વાર્થ ભાવે એ લાગણીઓ પરીવારમાં વહેંચી નાખે છે,
ને, કડવી મીઠી વાતો એ પણ ભાગે પડતી ચાખે છે.
હા ! માનુ છું, હા માનું છું કે કદાચ કોઈ મજબૂરી હશે, કદાચ કોઈ સંજોગ હશે,
કે લાગણીઓ ફક્ત દેખાડવા (ફોર્માલિટી) માટે ની જ રહી ગઈ છે.

No comments:
Post a Comment